અમો સમગ્ર વિશ્વકર્મા સમાજનું કોમ્યુનિટી નું કોમન વૉટ્સએપ ગ્રુપ ચલાવીએ છીએ. વિશ્વકર્મા સમાજના સમગ્ર ગુજરાતના અધિકારી કર્મચારી, IAS/IPS/IRS, ડોક્ટર, પોલીસ કર્મચારી અધિકારી, બિઝનેસમેન, સમગ્ર ગુજરાતના વિવિધ ટ્રસ્ટ ના પ્રમુખ / સામાજિક આગેવાન, વિશ્વકર્મા સમાજના આર્ટિસ્ટ, શિક્ષકો, IT એન્જિનિયર, એડવોકેટ, પત્રકારો, લીગલ ટીમ, સરકારી સેવામાં / બિઝનેસમાં જોડાવવા માંગતા એસ્પીરંટ, વિશ્વકર્મા સમાજની વિશિષ્ટ પ્રતિભા તથા અન્ય વિશ્વકર્મા સમાજના સભ્યો સમાજની વિવિધ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલ છે.
અમારા ગ્રુપ ના ઉદ્દેશ સમગ્ર સમાજને સોશિયલ ગ્રુપ અને સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા નજીક લાવવાનો છે. વિશ્વકર્મા સમાજના સરકારી અને બિઝનેસ ક્ષેત્રે આગળ વધવા માંગતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનો છે. વિશ્વકર્મા સમાજના બિઝનેસમેન ને આગળ વધારવાનો છે.
વિશ્વકર્મા સમાજની સદર વેબસાઇટ જેમાં દરેક ઉપરોક્ત દરેક સભ્યનું વિવિધ કેટેગરીમાં રજીસ્ટ્રેશન સામેલ છે. વધુમાં સદર ગ્રુપના તેમજ વેબસાઇટ ના ડેટા દ્વારા સમાજને વિકાસને લગતી કામગીરી કરવામાં આવશે. તથા દર વર્ષે ગેટ ટુ ગેધર કાર્યક્રમમાં વિશ્વકર્મા સમાજની વિશિષ્ટ પ્રતિભાનું જાહેર સ્ટેજ પરથી સન્માન કરવામાં આવશે.
ઉપરોક્ત તમામ પ્રવૃત્તિઓ અમો માન. જગદીશ વિશ્વકર્મા, ધારાસભ્ય નિકોલ અને રાજ્ય પ્રમુખ, ભાજપ ગુજરાતના માર્ગદર્શન હેઠળ કરી રહ્યા છીએ.
અમો ગાંધીનગર, અમદાવાદ તથા ગુજરાત રાજ્ય ના અલગ અલગ જિલ્લામાં સમગ્ર વિશ્વકર્મા સમાજના ઉપરોક્ત વિગતે અધિકારી / કર્મચારી / ડોક્ટર / પોલીસ / IAS/IPS/IRS તથા અન્ય ગ્રુપ સભ્યોનું ગેટ ટુ ગેધર નું આયોજન માન. જગદીશ વિશ્વકર્મા સાહેબ ના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૧૮ થી કરીએ છીએ.
વિશ્વકર્મા વિદ્યાર્થીઓ માટે ફ્રી માં સરકારી પરીક્ષાના ક્લાસિસ અને બિઝનેસને લગતા ક્લાસ વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૦ ચલાવેલ હતા. અને ચલાવવાનું વિઝન છે. જેના લાભ થકી ૧૫ વિદ્યાર્થીઓ સરકારી નોકરીમાં જોડાયેલ.
વિશ્વકર્મા કોમ્યુનિટી યુનિટી સંગઠન દ્વારા વિશ્વકર્મા સમુદાયના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક પ્લેસમેન્ટ સહાય પૂરી પાડવામાં આવે છે. અમો ઉત્સાહી વિદ્યાર્થીઓને અમારા સમુદાયના અધિકારીઓ, વ્યવસાયીઓ, ડૉક્ટર, એડવોકેટ અને અન્ય સ્થાપિત સભ્યો સાથે જોડીએ છીએ — જેઓ તાલીમ, માર્ગદર્શન અને નોકરીની તકો સંપૂર્ણ નિઃશુલ્ક પ્રદાન કરે છે. અમારું વિઝન એ છે કે અમારા સમુદાયનો કોઈ પ્રતિભાશાળી વિદ્યાર્થી માર્ગદર્શન અથવા તકના અભાવે પાછળ ન રહી જાય.
ઉચિત કેટેગરીમાં નોંધણી કરો અને વિશ્વકર્મા સમાજ સમુદાય રેકોર્ડ્સનો સત્તાવાર ભાગ બનો.
નોંધણી કરો